ADS
Welcome, Guest (Please Login)
English
logo1 સેવા
શ્રી આતરસુંબા દશા શ્રીમાળી વણિક જ્ઞાતિ મંડળ, અમદાવાદ (ગુજરાત રાજ્ય) Registration No.: A/3894

૬૩, સહજાનંદપાર્ક સોસાયટી, વૈભવ હોલ સામે, હાઈવે રોડ, ઈસનપુર, અમદાવાદ - ૩૮૨૪૪૩

ફોન : 9426313985 Email : ads_ahmedabad@yahoo.com

સહકાર

logo1 સંગઠન
It is the responsibility of the reader to verify all information published in the ADS. Please note that ADS will not be responsible for this.

ADS News

શ્રી ગોકુલનાથજી મંદિર આતરસુબા ૧૨/૫/૨૦૨૪ ના રવિવાર ના રોજ ના પાટોત્સવ ના કાર્યક્રમ ની રૂપરેખા:- (૧)પટેલ ની વાડી દવાખાનાની બાજુમાં અને દૂધ ની ડેરી પાસે સર્વે વૈષ્ણવોએ પાર્કિંગ તેમજ ચા નાસ્તો ; અને પ્રસાદી લેવાની છે (૨)પટેલની વાડી સવારે ૮/૩૦ થી ૯/૦૦ ચા નાસ્તો (૩)બપોરે ૧૨/૩૦ વાગે મહાપ્રસાદ (૪)બપોરે ૩/૩૦ વાગે ચા (૫) સાજે ૭/૦૦ કલાકે અલ્પાહાર જ્ઞાતિના મેમ્બરોને જાણ કરવાની કે મું.ગામ આતર સુંબા ખાતે શ્રી ગોકુલનાથજી ના પાટોત્સવ તારીખ ૧૨/૫/૨૪ રોજ રાખેલ છે તેમાં બસમાં આવનાર તમામ વૈષ્ણવો ને નીચે ની સૂચના નો અમલ કરવાનો રહેશે. (૧) બસમાં આવનાર વૈષણવે વ્યક્તિ દીઠ રૂપિયા ૧૦૦/- આપવાના છે. (૨) બસ નીચેના સરનામેથી નીચેના સમયે ઉપડશે તો તે મુજબ દરેકે પહોંચી જવું. (મણિનગર ;ઘોડાસર ;ઇસનપુર માં રહેતા વૈષ્ણવો શ્રી પરેશભાઈ મનુભાઈ પરીખ ૬૩ સહજનંદ પાર્ક સોસાયટી વૈભવ હૉલની સામે ઘોડાસર હાઇવે અમદાવાદ થી સવારે ૬/૩૦ કલાકે ઉપડશે (૨) બીજી બસ શ્રી મોનાલભાઈ કે.શાહ ગુર્જર ફ્લેટ નવા વાડજ ખાતેથી સવારે ૬/૦૦ કલાકે ઉપડશે જે બસ ઇસનપુર આવશે (૩) પોતાના સાધન લઇ આવેલ વૈષ્ણવે પટેલની વાડી ખાતે પાર્કિંગ કરવાનું રહેશે. (૪) વડીલો તથા પગની તકલીફ વાળા વૈષ્ણવો માટે રિક્ષા ની વ્યવસ્થા રાખેલ છે જેની નોંધ લેશો.

03-May-2024 : 10:44 AM

ચી. મેઘા તે શ્રી ડો. જય અરવિંદભાઈ શાહ ની પુત્રી અને શ્રી અરવિંદભાઈ મફતલાલ શાહ (આબલિયા રાવાલા ) ની પૌત્રી એમ.બી.બી.એસ ડોકટરની ડિગ્રી ફસ્ટ ક્લાસ સાથે એમ.એસ.યુનિવર્સિટી બરોડા થી મેળવેલ છે.જ્ઞાતિ તેમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે.તેમને જ્ઞાતિ તેમજ સમાજ નું નામ રોશન કરેલ છે.અને ભવિષ્ય ના વધુ અભ્યાસ માટે હાર્દિક શુભકામનાઓ પાઠવે છે ચી.મેઘાએ એમ.બી.બી.એસ માં ૧૪૦૦ માર્કસ માંથી ૮૭૪ માર્કસ ૬૨.૪૩ ટકા માર્કસ મેળવેલ છે.

29-Apr-2024 : 02:33 PM

શ્રી ગોકુલનાથજી મંદિર ના શ્રી ઠાકોરજી ગૃહ પ્રવેશ/ પાટોત્સવ

આથી જ્ઞાતિના તમામ સભ્યો ને જાણ કરવાની કે આપણા ગામ આતરસુંબા મુકામે ગોકુલનાથજી મંદિર ના શ્રી ઠાકોરજી નો નવનિર્મિત જીર્ણોધ્ધાર પામેલ મંદિર માં નૂતન ગૃહ પ્રવેશ/ પાટોત્સવ તારીખ ૧૨/૫/૨૦૨૪ ના રવિવાર ના રોજ રાખેલ છે તો સર્વે ને પધારવા ભાવભીનું આમંત્રણ છે. જે સભ્યોને આવવાની ગણતરી હોય તો તેઓએ તેમના નામ વ્યક્તિ દીઠ રૂપિયા ૨૦૦/- બસો પૂરા ભરીને દિવસ ૪ માં નોંધાવી જવા વિનતી છે. (એ. સી. બસ ૫૬ સીટની રાખેલ છે.) વિગતવાર પ્રોગ્રામ ટૂંક સમય માં આપવામાં આવશે. નોંધ: જે સભ્યો પોતાના સાધન લઇ આવવવાના હોય તો તેઓએ પણ નામ લખાવી દેવા. નામ નોંધાવવા નું સ્થળ: (૧) પરેશ એમ.પરીખ ઇસનપુર મો.૯૪૨૬૩ ૧૩૯૮૫ (૨) મોનલ કે શાહ વાડજ મો.૯૯૭૮૯૮૮૭૧૧

23-Apr-2024 : 08:27 AM

સાયન્સ સિટી ટૂર - 28 April 2024

જ્ઞાતિબંધુઓ ને જણાવતા આનંદ થાય છેકે આપની જ્ઞાતિની એક ટૂર સાયન્સ સિટી અમદાવાદ ખાતે લઇ જવાનું નક્કી કરેલ છે તો જે સભ્યોને આ ટૂર માં આવવાનું હોય તો તેઓએ તેમના નામ અને પૈસા નીચે ના મેમ્બરોને ત્યાં તારીખ ૧૧/૪/૨૦૨૪ ના રોજ જમાં કરાવી લેવા. (૧) શ્રી રોમેશભાઈ શાહ આર્યન વર્ક સ્પેસ વાઘ બકરી ચા ના મેડા ઉપર એચ એલ કોલેજ રોડ નવરંગપુરા અમદાવાદ મો. 9824012686 (૨) ડો.ચિરાગ શાહ ૧૦ ચીમનલાલ પાર્ક કેડીલા બ્રિજ પાસે ઘોડાસર અમદાવાદ મો. ૯૧૦૬૦૯૧૧૯૦ (૩) શ્રી કૃણાલ પરીખ ૯૦૩/૯ મહીપતરામ આશ્રમ બિલ્ડિંગ રાયપુર દરવાજા બહાર રાયપુર અમદાવાદ મો. 9428354111 ટૂર ની રૂપરેખા:- (૧) તારીખ ૨૮/૪/૨૦૨૪ ના રવિવારે સવારે ૧૦/૩૦ કલાકે સાયન્સ સિટી ના એન્ટ્રી ગેટ પાસે પોતાની રીતે સ્વ. ખર્ચે પહોંચી જવું. (૨) ટુરનો સમય સવારે ૧૧/૦૦ થી સાંજે ૫/૦૦ વાગ્યા સુધી નો રહેશે. (૩)ટિકિટ નો દર વ્યક્તિદીઠ રૂપિયા ૩૪૯/- રાખેલ છે.આ રેટ માં નીચેની વસ્તુઓનો સમાવેશ થાય છે. એ:- મેઈન એન્ટ્રી બી:- એકવેટિક ગેલેરી સી:- રોબેટીક ગેલેરી ડી:-, પ્લેનેટ અર્થ ઈ:- નેચરલ પાર્ક એફ:-હોલ ઓફ સ્પેસ અને હોલ સાયન્સ જી:- એનર્જી એજ્યુકેશન પાર્ક એચ:- લાઈફ સાયન્સ પાર્ક નોંધ;-ઉપરોક્ત જણાવ્યા પ્રમાણે સિવાય નીચેનો તમામ ખર્ચ જે તે મેમ્બરે પોતાની રીતે ભોગવવા નો રહેશે તેની નોંધ લેશો. (૧) ચા પાણી નાસ્તો જમવાનું મેમ્બરોએ પોતાની રીતે સ્વ.ખર્ચે કરવાનું રહેશે. (૨)કોઈપણ રાઇડ્સ અથવા થિયેટર ની ટીકીટ સ્વ ખર્ચે લેવાની રહેશે (૩) પોતાના લાવેલ સાધનો નો પાર્કિંગ ચાર્જ મેમ્બરે ચૂકવવા નો રહેશે.

04-Apr-2024 : 06:24 PM

ALL THE BEST TO STUDENTS of 10th & 12th !

ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા માટે BEST OF LUCK !!

10-Mar-2024 : 07:16 PM

અવસાન નોંધ

ગોપીબેન પ્રવિણચંદ્ર પરીખ (આતરસુંબા વાળા) આજરોજ તારીખ ૪/૩/૨૦૨૪ ના સોમવાર ના રોજ ડાકોર મુકામે દુઃખદ અવસાન થયું છે પરમકૃપાળુ પરમાત્મા તેઓના આત્માને પરમ શાંતિ અર્પે અને તેઓના કુટુંબીજનો ઉપર આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી અમારા સૌની પ્રભુ ને પ્રાર્થના

04-Mar-2024 : 10:28 PM

અવસાન નોંધ:

સ્વ.બિપીનચંદ્ર ચંદુલાલ પરીખ ના જમાઈ તેમજ સ્વ.લક્ષ્મી નંદન શાહ (બાબુલાલ ચાહ વાળના સુપુત્ર ) જયકૃષ્ણ નું આજરોજ તારીખ ૧૬/૨/૨૦૨૪ ના રોજ દુઃખદ અવસાન થયું છે પરમકૃપાળુ પરમાત્મા તેઓના આત્માને પરમ શાંતિ અર્પે અને તેઓના કુટુંબીજનો ઉપર આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી અમારા સૌની પ્રભુ ને પ્રાર્થના.સ્વ.ની અંતિમયાત્રા કાલે તારીખ ૧૭/૨/૨૦૨૪ ના રોજ સવારે ૯/૦૦ કલાકે તેઓના નિવાસસ્થાને થી નીકળી વી એસ.સ્મશાનગૃહ જશે

16-Feb-2024 : 04:39 PM

બેસણા નોંધ:

સ્વ.પરસોત્તમ દાસ સાંકળચંદ શાહ આતરસૂબા વાળા નું બેસણું તારીખ ૧૧/૨/૨૦૨૪ ના રવિવાર ના રોજ સવારે ૯/૦૦ થી ૧૧/૦૦ કલાકે રામદેવ વાડી રામદેવ મંદિર મુખીની વાડીની સામે ઈસનપુર વટવા રોડ પારસ નગર બસ સ્ટેડ પાસે ઈસનપુર અમદાવાદ ખાતે રાખેલ છે.

08-Feb-2024 : 11:02 AM

અવસાન નોંધ :

પરસોત્તમ દાસ સાંકળચંદ શાહ આતરસુંબા વાળા આજરોજ તારીખ ૮/૨/૨૦૨૪ ના રોજ શ્રીજી ચરણ પામેલ છે.તેઓની અંતિમ યાત્રા આજે સવારે ૧૦/૩૦ કલાકે તેઓના નિવાસસ્થાન ૬ દેવિપર્ક સોસાયટી વૈજનાથ મહાદેવ ઘોડાસર થી નીકળી ઈસનપુર સ્મશાન ખાતે લઇ જવાની છે. મો.૯૮૨૪૫૪૭૫૬૮

08-Feb-2024 : 09:20 AM

અવસાન નોંધ :

અમારા પરમ પૂજ્ય પિતાશ્રી શ્રીબિપીનચંદ્ર બળદેવદસ મોદી(વડોદરા વાળા) તા. ૨૫મીએ વિ.સં ૨૦૮૦ પોષ સુદ પૂનમના રોજ વૈકુંઠ નિવાસી થયેલ છે, પરમાત્મા એ દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એ જ પ્રાર્થના. ગં. સ્વ. ભાનુ બિપીનચંદ્ર મોદી ચિ. મયુર બિપીનચંદ્ર મોદી સ્વ. દિવ્યેશ બિપીનચંદ્ર મોદી ચિ. પ્રજેશ બિપીનચંદ્ર મોદી ચિ. જવલિત મયુર મોદી ચિ. વિનીત પ્રજેશ મોદી ચિ. વેદાંત દિવ્યેશ મોદી 🙏🏻🙏🏻🙏🏻

27-Jan-2024 : 09:44 PM

બેસણા નોંધ: સ્વ. અતુલકુમાર બંસીલાલ શાહનુ બેસણુ નીચેના સ્થળે રાખેલ છે. આકાશ દીપ એનેક્ષ, રાજીવનગર મેટ્રો ની સામે, ઇન્દ્રપ્રસ્થ બંગલો ની પાછળ, હોટેલ 650 પાસે, આંબાવાડી, અમદાવાદ. સમય - સવારે 9-00 થી 11-00 તારીખ - ૨૬/૦૧/૨૦૨૪

24-Jan-2024 : 05:31 PM

અવસાન નોંધ: અતુલકુમાર બંસીલાલ શાહનુ આજરોજ અવસાન થયેલ છે અને તેમની અંતિમ વિધિ ૪.૩૦ વાગ્યે રાખેલ છે.

24-Jan-2024 : 03:43 PM

અવસાન નોંધ

શ્રી ડો.સુરેશભાઈ શ્રી દિલીપભાઈ તથા શ્રીઉલ્લાસ ભાઈ પરીખ શ્રી આતરસુ બા વાળા ના મોટાભાઈ જયેશભાઈ જયંતીભાઈ મણીલાલ પરીખ તારીખ ૧૭/૧/૨૦૨૪ ના રોજ અમેરિકા મુકામે શ્રીજીચરણ પામેલ છે.પરમકૃપાળુ પરમાત્મા તેઓના આત્માને પરમ શાંતિ અર્પે અને તેઓના કુટુંબીજનો ઉપર આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી અમારા સૌની પ્રભુ ને પ્રાર્થના

17-Jan-2024 : 07:04 PM

અવસાન નોંધ

*સ્વ. પ્રવીણચંદ્ર શાંતિલાલ પરીખ*, આતરસુંબાના વતનીના પુત્ર *ભારતભૂષણ પરીખ* નું તારીખ _*૧૨/૦૧/૨૪*_ ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. જેમની અંતિમ વિધિ તા. _*૧૩/૦૧/૨૪*_ ના રોજ તેમના નિવાસ સ્થાને રાખેલ છે, જેના *સમયની જાણ ટૂક સમયમાં કરવામા આવશે.*

12-Jan-2024 : 10:13 PM

અવસાન નોંઘ

ડો.મનોજભાઈ એમ. શાહ (એમ.એસ.જનરલ સર્જન) (આંબલિયારા વાળા)નું અવસાન તારીખ ૭/૧/૨૦૨૪ ને રવિવાર ને રોજ મથુરા મુકામે થયેલ છે .અને તેઓની અંતિમ ક્રિયા પણ તેજ દિવસે તારીખ ૭/૧/૨૦૨૪ ના રોજ મથુરા મુકામે સંપન્ન કરેલ છે પ્રભુ ને ગમ્યું તે ખરું. પરમકૃપાળુ પરમાત્મા તેઓના આત્માને પરમ શાંતિ અર્પે અને તેઓના કુટુંબીજનો ઉપર આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી અમારા સૌની પ્રભુ ને પ્રાર્થના. તેઓ શ્રી ખુબજ સિનિયર ડોકટર હતા વી. એસ.હોસ્પિટલ એલીસબ્રીજ ખાતે ડિપાર્ટમેન્ટ હેડ તરીકે સમાજની ખુબજ સેવા કરેલ અને તેઓશ્રી તેઓના સ્વ.માતૃશ્રી ઇન્દુબેન ના નામે પોતાનું ક્લિનિક ધરાવતા હતા અને સર્જરી માં નિષણાત હતા તોએએ સમાજની ખૂબ સેવા કરેલ તેઓએ એવા સેવાભાવી સ્વભાવના કારણે જ્ઞાતિ નું નામ સમાજ માં ખુબજ રોશન કરેલ છે.જ્ઞાતિ તેમજ સમાજે એક સેવાભાવી;કર્તવ્યનિષ્ઠ અને મહેનતુ ડોકટર ગુમાવ્યા છે.જ્ઞાતિ તેમજ સમાજ તેઓને તેમજ તેઓએ આપેલ સેવાને હરહંમેશ યાદ રાખશે.

08-Jan-2024 : 09:20 PM

અવસાન નોંઘ

રમેશચંદ્ર માણેકલાલ શાહ નું દુઃખદ અવસાન થયું છે પરમકૃપાળુ પરમાત્મા તેઓના આત્માને પરમ શાંતિ અર્પે અને તેઓના કુટુંબીજનો ઉપર આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી અમારા સૌની પ્રભુ ને પ્રાર્થના

04-Jan-2024 : 06:16 PM

બહુમાન

ચેતના વિનીત પરીખ તથા ડો.વિનીત ચંદ્રકાન્ત પરીખ તે એક્સ કારોબારી સભ્ય સ્વ.કાંતિલાલ નાથાલાલ શાહ તથા સ્વ.શારદાબેન કાંતિલાલ શાહ ના દીકરી તથા જમાઈ કે જેઓ ભારતના પ્રથમ બ્લડ ડોનર કપલ નું આપની જ્ઞાતિ દ્વારા બહુમાન કરવાનું નક્કી કરેલ છે.

23-Dec-2023 : 08:57 PM

AGM & UJANI 2023

Dear all members, The day has came of our AGM as well as Ujani alongwith Bumper Housee on tomorrow. Hence we welcomes you all in advance for said grand events and also wishes you all the best for prizes @ Bumper Housee. We will issue Housee Tickets on presenting your Ujani tickets at on the spot. Also one person will get only one ticket of Housee. We will start Housee on time and can play Housee who ever has been present there at that time, so be sharp on time and grab your seat at the earliest. Lastly we thanks all of your for your esteem support to make our event grand.

23-Dec-2023 : 11:52 AM

Congratulations & Heartily Wishes

We all whole community wishes happy 50th wedding anniversary to our ex President Shri Mahendrabhai O Parikh & his betterhalf Shrimati Kalpanaben M Parikh. God bless you ever and we wish you both hale & hearty for coming every years also. One again congratulations and all the best for upcoming years.

15-Dec-2023 : 10:10 AM

બેસણા નોંઘ :

આપણી જ્ઞાતીના સેકે્ટરી શ્રી પરેશભાઈ પરીખના માતૃશ્રી *પ્રેમિલાબેન મનુભાઈ પરીખ તારીખ - 13/12/2023 ના રોજ ગોલોકવાસ થયેલ છે અને તેમનું બેસણું તારીખ - 17/12/2023 ને રવિવાર ના રોજ *સવારે 8-30 થી 11-30* સમયે સ્થળ *ઈચ્છાબેન ની વાડી, કાંકરિયા,* અમદાવાદ ખાતે રાખેલ છૅ.. 🙏🙏🙏🙏

13-Dec-2023 : 09:25 PM

અવસાન નોંધ

આપણા સમાજ ના સેક્રેટરી શ્રી પરેશભાઈ મનુભાઈ પરીખ ના માતુશ્રી પ્રેમિલાબેન મનુભાઈ પરીખ આજ રોજ ગોલોકવાસી થયેલ છે. જેઓની સ્મશાન યાત્રા સાંજે 5-15 કલાકે તેઓ ના નિવાસસ્થાને સહજાનંદ પાર્ક, ઘોડાસરથી નીકળશે.

13-Dec-2023 : 03:24 PM

સમગ્ર ભારતના પ્રથમ સદીવીર રક્તદાતા દંપતિ - India's first Centurion Blood Donor Couple રક્તદાનનો કોઈ વિકલ્પ નથી, રક્તદાન મહાદાન છે, રક્તદાન જીવનદાન છે ‌..... આવા સૂત્રો આપણે અનેક વાર સાંભળીએ છીએ. પરંતુ આ સૂત્રોનો જીવનમાં અમલ કરીને એક સેવાભાવી દંપતિએ, બંને જણાએ, પાંચ-દસ વાર નહીં; પણ 100-100 વાર રક્તદાન કરીને સમગ્ર ભારતમાં *પ્રથમ શતકવીર રક્તદાતા દંપતિ* બનવાનો અનોખો રેકોર્ડ કાયમ કર્યો છે. આપણા માટે આનંદ અને ગૌરવની વાત છે કે આ દંપતિ એટલે આપણી જ્ઞાતિના આદરણીય વહીવટકર્તા *સ્વ. કાંતિલાલ નાથાલાલ શાહ* ના દીકરી *ચેતનાબેન* અને તેમના જીવનસાથી *ડૉ. વિનીતભાઇ ચંદ્રકાંત પરીખ.* આ દંપતિએ તા. 1/10/23 ને રવિવારે, રાષ્ટ્રીય સ્વૈચ્છિક રક્તદાન દિવસ નિમિત્તે રક્તદાન કરીને આ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જેની ટાઈમ્સ ઓફ ઇન્ડિયા, ગુજરાત સમાચાર, દિવ્ય ભાસ્કર, ચિત્રલેખા, તથા ડીડી ગિરનાર ટીવી ચેનલ સહિત અનેક મીડિયામાં વ્યાપક પ્રશંસા થઈ છે. રેડ ક્રોસ સોસાયટી (અમદાવાદ) દ્વારા આયોજિત રક્તદાન કેમ્પમાં ડૉ. વિનીતભાઈએ 106 મી વાર અને ચેતનાબેને 100 મી વાર રક્તદાન કરતાં; રેડ ક્રોસ સોસાયટી, અમદાવાદ અને અમદાવાદ મેડિકલ એસોસિએશન તરફથી તેઓનું અભિવાદન કરવામાં આવ્યું હતું. પ્રેરણાદાયક બાબત એ છે કે આ દંપતીના સંતાનો પણ માતા-પિતાના પગલે પગલે પોતાની 18મી વર્ષગાંઠથી જ રક્તદાનની પ્રવૃત્તિમાં ખૂબ આગળ વધ્યા છે. આજ સુધીમાં સુપુત્રી ડૉ. મેહા શાહે 33 વાર તથા સુપુત્ર ડૉ. હોંશિલે 39 વાર રક્તદાન કરેલું છે. સામાન્ય રીતે આપણે સૌ આપણા સગાવ્હાલા કે સંબંધી બીમાર હોય અને રક્તની જરૂર હોય ત્યારે રક્તદાન કરતા હોઈએ છીએ. પરંતુ આ દંપતીએ છેલ્લા 30 વર્ષમાં નિયમિતપણે વોલન્ટરી બ્લડ ડોનેશનની પ્રક્રિયા ચાલુ રાખીને આ સિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. પુરુષો માટે રક્તદાન એ ખાસ અઘરી બાબત નથી, પરંતુ સ્ત્રીઓ શારીરિક મર્યાદા, સામાજીક બંધનો, અને આરોગ્ય વિષયક કારણોસર રક્તદાન કરવા આગળ આવતી નથી. આથી સામાન્ય રીતે રક્તદાતા તરીકે પુરુષો જ આગળ હોય છે. આવી પરિસ્થિતિમાં પતિ અને પત્ની બંને જણા 100-100 વાર રક્તદાન કરે તે એક વિરલ ઘટના છે. આ દંપતીએ લગભગ 50 વાર તો સજોડે રક્તદાન કરેલ છે. આપણા સમાજના વિરેન્દ્રભાઈ, રાજેશભાઈ તથા દિલીપભાઈના બહેન ચેતનાબેન તથા બનેવી ડૉ. વિનીતભાઇને આ સિદ્ધિ બદલ ખૂબ ખૂબ અભિનંદન. આવી પ્રેરણાદાયક અને સેવાભાવી જિંદગી જીવનાર દંપતિમાંથી આપણા સમાજના યુવાનો પણ પ્રેરણા લે અને રક્તદાન માટે આગળ આવે તેવી શુભેચ્છાઓ. શ્રીમતી ચેતનાબેન તથા શ્રી ડો.વિનીતભાઈ પરીખ ને જ્ઞાતિ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે અને ગર્વ અનુભવે છે

29-Nov-2023 : 01:26 PM

Student Prizes @ Ujani 2023

Dear Members We have received some Marksheet of stundents for prizes as under: Std-10 (S.S.C.) : (1)Dani Krish Amit (Mumbai) (2) Parikh Smit Hemanshu (3) Parikh Henil Amitbhai Std.12th (Science stream) : (1)Kirtan Jay Arvindbhai (Only One Marksheet) Std.12th (General stream): (1) Shah Arya Bhavinbhai (Only one Marksheet) Mehta vraj Dharmendra (M.sc) Shah Maulesh Jayeshbhai. (Dip Civil) Parikh Manav Chetankumar (Dip.Computer) Cash prize. Shah Nehi P. Shah Param S. Parikh Khushbu H. Shah Khush B. Shah Akshat D. Shah Vraj M. Shah Rushabh M. Dani Jainil. Jignesh,. Parikh Manav C. Parikh Umang S.(Dip.I.T.) Shah Devanshi M.(Dip.I.T.) Shah Keya Ashish(M.sc.IT.) Shah Ekta B.(M.Sc. Chem.) Shah ,.Aditya J., Parikh Shrey M.(B.B.A.) For medical,, . Kirtan J .Shah Khushi Samirbhai Shah Pharma-D 2nd year Std.12th (Science stream) (1)Kirtan Jay Arvindbhai (Only One Marksheet) Std.12th (General stream) (1) Shah Arya Bhavinbhai (Only one Marksheet) Mehta vraj Dharmendra (M.sc) Shah Maulesh Jayeshbhai. (Dip Civil) Parikh Manav Chetankumar (Dip.Computer) ઉપરોક્ત નામ વાળા શાળા કોલેજ માં અભ્યાસ કરતા છોકરા છોકરીઓ ના નામ શ્રી દિલીપભાઈ દાની પાસે આવેલ છે જ્ઞાતિ મેમ્બરોને વિનતી કરવાની જો તેઓના છોકરા છોકરીઓ ના આવેલ ના હોયતો તાત્કાલિક કે તારીખ ૨૫/૧૧/૨૦૨૩ સુધીમાં શ્રી દિલીપભાઈ દાની ને ઘરે અથવા તેમના વોટ્સેપ નંબર ઉપર મોકલી આપે ત્યારબાદ કોઈના નામ ઘ્યાનમાં લેવામાં આવશે નહિ. તેમનો મોબાઈલ નંબર ૮૭૮૦૪૦૦૮૯૯ છે

22-Nov-2023 : 08:46 AM

અવસાન નોંઘ

શ્રી સતિષભાઈ ઓચ્છવલાલ પરીખ (આતરસુંબા વાળા) નું દુઃખદ અવસાન આજરોજ તારીખ ૨૧/૧૧/૨૦૨૩ ના રોજ થયેલ છે. પ્રભુ ને ગમ્યું તે ખરું. પરમકૃપાળુ પરમાત્મા તેઓના આત્માને પરમ શાંતિ અર્પે અને તેઓના કુટુંબીજનો ઉપર આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી અમારા સૌની પ્રભુ ને પ્રાર્થના. સદગત નું બેસણું તારીખ ૨૪/૧૧/૨૦૨૩ ના શુક્રવાર ના રોજ ગજ્જર હોલ લો ગાર્ડન પાસે અમદાવાદ ખાતે સવારે ૮/૩૦ થી ૧૧/૦૦ રાખેલ છે.

21-Nov-2023 : 10:46 PM

Dear Members and families Happy new year and all the best for coming prosperous year. As we are very near for our Ujani 2023 on 24/12/2023 and this time we have planned Bumper Housee. So ps block your date accordingly. We will post detailed program very soon on our website hence whoever has not logged in we request them to logged in our website. If anyone has getting problem in logging please contact our trustees Ashish Shah and he will help you.

20-Nov-2023 : 11:13 PM

જ્ઞાતિના દરેક મેમ્બરોને વિનતી કરવાની કે જ્ઞાતિના અભ્યાસ કરતા તેઓના પુત્ર કે પુત્રીના ઘણા બધા કે જેઓ ધોરણ ૧૦ ધોરણ ૧૨ સાયન્સ /કોમર્સ ગ્રેજ્યુએશન બીએ/ બીકોમ / બીએસેસી /એન્જિનિયરિંગ/કે અન્ય કોઈ ડિગ્રી મેળવેલ હોય તો તેમજ એજીનીયારિંગ માં જે તે સેમિસ્ટાર પાસ કરેલ હોય તેઓની માર્ક સીટ હજુ સુધી પહોચાડેલ નથી તો તેઓને જાણ કરવાની કે જે મેમ્બરોએ ના પહોંચાડેલ હોય તો તેઓ દિવસ ત્રણ માં એટલેકે તારીખ ૨૫/૧૧/૨૦૨૩ સુધી માં પ્રો.શ્રી દિલીપભાઈ દાની ને ત્યાં મોકલી આપે અને જેને મોકલાવેલ હોય તો તેઓ કન્ફર્મેશન તેઓની પાસેથી મેળવી લે.અન્યથા જે માર્કશીટ આવેલ છે તેટલીજ છે તેમ માની ને ઈનામ ફાળવવામાં આવશે પાછલ થી કોઈના ઈનામ ઘ્યાનમાં રાખવા માં આવશે નહિ કે તે બાબતે કોઈ તકરાર ચાલશે નહિ તેની સ્પષ્ટ નોંધ લેશો. શ્રી દિલીપભાઈ દાની નો મોબાઈલ નંબર ૮૭૮૦૪૦૦૮૯૯ છે

20-Nov-2023 : 11:11 PM

દુ:ખદ અવસાન સમાચાર

શ્રી કેયુરભાઈ જયકુમારભાઈ પરીખ તે સ્વ. જયકુમારભાઈ ઓછવલાલ પરીખ નો પુત્ર અને શ્રી મહેન્દ્રભાઈ ઓછવલાલ પરીખના ભત્રીજો નું આજરોજ તારીખ ૨૦/૧૧/૨૦૨૩ ના રોજ નાની વયે દુઃખદ અવસાન થયું છે. પરમકૃપાળુ પરમાત્મા તેઓના આત્માને પરમ શાંતિ અર્પે અને તેમના કુટુંબીજનો ઉપર આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી અમારા સૌની પ્રભુ ને પ્રાર્થના છે. તેઓની અંતિમયાત્રા તેમના નિવાસ્થાન : ૮, મૃગાંસ સોસાયટી, ઈસનપુર બ્રીજના છેડે, ઈસનપુર, અમદાવાદ ખાતેથી આજરોજ તારીખ ૨૦/૧૧/૨૦૨૩ ના રોજ સાંજે ૫/૦૦ કલાકે નીકળી સપ્તર્ષિ જમાલપુર સ્મશાને જશે.

20-Nov-2023 : 01:46 PM

દિવાળી તથા નવ વર્ષની શુભકામના .

દિવાળીના પાવન પર્વ પર તથા નવા વર્ષના આગમન પર આપના પરિવાર માં આનંદ , ઉલ્લાસ , આયુષ્ય , સલામતી , સૌભાગ્ય, સમૃદ્ધિ અને સદભાવનાની અવિરત જ્યોત આપના જીવનમાં ઝગમગતી રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય તેવી હાર્દિક શુભેચ્છાઓ. 🙏🌹દિવાળી તથા નવ વર્ષની શુભકામના🌹🙏 .

12-Nov-2023 : 03:01 PM

AGM & Diwali Get to gather 2023

Dear All As because of circumstances we were not getting Hall for AGM & Diwali Get to gather 2023 immediately after Diwali. Hence we have booked BALDEVGIRI BAPU COMMUNITY HALL for 24th Dec. 2023 We will send our programs in detail for Ujani very soon. And we wish to inform you all that this time we have arranged BUMPER HOUSEE on that day. So ps block your dates.

01-Nov-2023 : 02:01 PM

શોક સંદેશ

મંજુલા બેન (રાગિણી બેન) તે સ્વ.ગુણવંત લાલ રમણલાલ પરીખ ના ધર્મપત્ની તથા પ્રો.જીગર પરીખ ના માતૃશ્રીનું આજરોજ તારીખ ૧૩/૧૦/૨૦૨૩ ના શુક્રવાર ના રોજ દુઃખદ અવસાન થયેલ છે. પરમકૃપાળુ પરમાત્મા તેઓના આત્માને પરમ શાંતિ અર્પે અને તેઓના કુટુંબીજનો ઉપર આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવી અમારા સૌની પ્રભુ ને પ્રાર્થના. તેઓની અંતિમ યાત્રા તારીખ ૧૪/૧૦/૨૦૨૩ ના શનિવાર ના રોજ સવારે ૮/૩૦ કલાકે તેઓના નિવાસ્થાને ૪ મંગલ પાર્ક સોસાયટી ભુલાભાઈ પાર્ક નજીક શાહઆલમ ગીતામંદિર રોડ અમદાવાદ ખાતે થી નીકળી સપ્તેશ્વર (કેલિકો) સ્મશાનગૃહ જસે.

14-Oct-2023 : 12:04 AM

Congratulations to kirtan shah

Dear Kirtan Shah, Warmest congratulations for getting admission in medical college at Baroda. He is son of Dr. Jaykumar Arvindbhai Mafatla Shah (Baroda)(Ambliara). Kirtan Shah passed in 12th. Science stream with 92% and also cleared NEET Exam. with 420/720 marks in 2023 and admitted in Gotri medical college at Baroda. His sister Miss Megha Shah is also study in same college in 4th.year. Their father & mother are also doctor. We all wishes good luck for your future program. May your future (both brother & sister) bring all the success in your academic carrier. God bless you.

30-Sep-2023 : 05:31 PM

CONGRATULATIONS

It gives us great pleasure indeed that Parikh Devang son of Shri Sanjay Kumar Bipinchandra Parikh Success in various Examination taken by Guj.Board, G.T.U. and other at abroad College -Uni. Canada. He passed 12th.Science with 401/650 marks in 2017. Thereafter he joined Guj.Technology uni. in Computer Engineering course. In 2021 year he received graduation degree in Computer Engineer with CGPA-9.38. Then after for further Post graduate study he went to Canada in December -2021. There he joined Humber College in Toronto -Canada for his Master's degree in faculty of Applied Science & Technology. He received valuable Post graduate degree in information Technology Solution with GPA-83.4% in August 2023. Congratulations Dear Devang. God bless you.we all wishes good luck and may your future bring you all the success in your life.

02-Sep-2023 : 05:09 PM

શોક સંદેશ

જીગ્નેશભાઈ કિરીટભાઇ શાહ તા.૨-૦૮-૨૦૨૩ ના રોજ આકસ્મિક હૃદય રોગથી શ્રીજી શરણ પામ્યા છે. તેમની અંતિમયાત્રા તા.૦૪.૦૮.૨૦૨૩ ને શુક્રવારના રોજ સવારે ૦૮:૩૦ કલાકે અમારા નિવાસસ્થાન (નીચે જણાવેલ સ્થળે) થી નિકળી ને થલતેજ સ્મશાનગ્રુહે જશે. ફોર્મ - બંસરી ગ્લાસ એન્ડ ગ્લેસ નિવાસસ્થાન: C/૯૦૨, સંસ્કાર ટાવર, કેમ્બે હોટેલ સામે, એસ. જી. હાઇવે, થલતેજ, અમદાવાદ-૩૮૦૦૫૪ લી. કિરીટભાઈ રમણલાલ શાહ ( આંબલિયારાવાળા) ( ૯૯૨૫૨૨૯૧૯૧) જ્યોત્સનાબેન કિરીટભાઈ શાહ (૮૯૮૦૦૦૭૭૬૩) કેયુરી જીગ્નેશભાઈ શાહ ( ૮૭૫૮૮૮૫૫૫૩) દેવ જીગ્નેશભાઈ શાહ( કેનેડા) ( +૧-૬૪૭-૯૭૫-૧૪૫૨)

02-Aug-2023 : 10:28 AM

જ્ઞાતિના સર્વે મેમ્બરોને જાણ કરવાની કે નીચે મુકેલ માહિતી પ્રમાણે સમાજના જરૂરિયાત લોકોને તેનો લાભ લેવો હોય તો લઈ શકેછે .

25-Jul-2023 : 03:24 PM

[7/21, 2:27 PM] Paresh m Parikh: Vraj Mehta, Congratulations on your well-deserved success in master 's degree ( M.Sc in Neuropharmacology) at Nottingham Trent University (U.K.) Vraj Mehta has also obtained his M.Pharm. degree in Pharmacology from Nirma uni. in 2021. On this special day we all wishes good luck and may your future bring you all the success in your life. God bless you & help in your future program. He is son of Shri Dharmendra H. Mehta. જ્ઞાતિ ના લાઇફ મેમ્બર શ્રી ધર્મેન્દ્રભાઈ હરેશભાઈ મહેતાના પુત્ર વ્રજ ધર્મેન્દ્રભાઈ મહેતા એ નિરમા ઇન્સ્ટિટ્યૂટ માં થી એમ ફાર્મ ની ડીગ્રી સને ૨૦૨૧ માં મેળવ્યા બાદ વધુ અભ્યાસ અર્થે યુ.કે ખાતે ગયેલા અને ત્યાં Nottingham Trent Universituy ખાતે થી માસ્ટર ડીગ્રી (M SC in Neuropharmacology) મેળવી ને તેઓએ પોતાના કુટુંબ નું તેમજ સમાજનું રોશન કરેલ છે.જ્ઞાતિ તેઓને ખુબ ખુબ અભિનંદન પાઠવે છે.અને ભવિષ્ય માટેની શુભ કામનાઓ પાઠવે છે.

21-Jul-2023 : 02:44 PM

ચી.દર્શી પંકજકુમાર શાહ ને આઈ આઈ ટી સી ની પરીક્ષા માં સમગ્ર ભારતમાં ૪૪ મું સ્થાન તથા ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન માં એડમીશન મેળવેલ છે.

આપની જ્ઞાતિ ના હસમુખલાલ વાડીલાલ શાહ ( આંબલીયારા) ના પુત્ર પંકજ હસમુખલાલ શાહ ની પુત્રી દર્શી પંકજ કુમાર શાહ હાલ માં કે. એસ. સ્કૂલ ઓફ મેનેજમેન્ટ માં અભ્યાસ કરે છે. દર્ષી એ નેશનલ લેવલ ની ,IITC ની પરીક્ષા માં ભારત સ્તરે ૪૪ નું સ્થાન મેળવી ને તેના માતા પિતા તથા આપના સમગ્ર સમાજ નું નામ ઇન્ડીયા લેવલ પર રોશન કર્યુ છે. અને ધીરુભાઈ અંબાણી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ફોર્મેશન માં આજ રોજ MSC - IT માં એડમિશન લઈને આપણા સમાજ નું નામ રોશન કરેલ છે. આ ઉપરાંત ગુજરાત લેવલ પર તેની એ પ્રથમ ક્રમાંક મેળવેલ છે.

19-Jul-2023 : 04:50 PM

સ્મરણાંજલી

શ્રી ચંદ્રકાંતભાઈ મંગળદાસ શાહ કે જેઓ જ્ઞાતિના લગભગ દરેક સભ્યો ને તેઓના જન્મ દિવસ તથા લગ્નની તારીખે ફોન કરીને શુભેચ્છાઓ પાઠવે છે તેઓના ધર્મપત્ની ઊર્મિબહેન ના સર્ગવાસ થયા ની આજે પ્રથમ પુણ્ય તિથિ છે તે નિમિત્તે જ્ઞાતિ તેમને શ્રધાંજલિ પાઠવે છે.અને પ્રભુ ને પ્રાર્થના કરે છે કે પરમકૃપાળુ પરમાત્મા તેઓના આત્માને શાંતિ અર્પે અને ગોકુળમાં વડ આપે.

19-Jul-2023 : 04:42 PM

અશુભ સંદેશ

સમીરભાઈ લક્ષ્મીનંદન પરીખ(દવાવાળા)નું આજરોજ દુઃખદ અવસાન થયેલ છે પરમકૃપાળુ પરમાત્મા તેઓના આત્માને શાંતિ અર્પે અને તેઓના કુટુંબીજનો ઉપર આવી પડેલ દુઃખ સહન કરવાની શક્તિ અર્પે એવી અમારા સૌની પ્રભુ ને પ્રાર્થના.

19-Jul-2023 : 04:36 PM

ડૉ. રૂપલ શાહ તથા ડો.આશિષ શાહ ના સુપુત્ર આર્યન શાહ

આપણી જ્ઞાતિના લાઇફ મેમ્બર ડો.પ્રિયાકાંત છોટાલાલ શાહ ના પૌત્ર અને ડૉ. રૂપલ શાહ તથા ડો.આશિષ શાહ ના સુપુત્ર આર્યન શાહ ને ધોરણ ૧૨ સાયન્સ ની પરીક્ષા માં બી.સ્ટ્રીમ માં ૭૦૦ માંથી ૬૧૧ માર્કસ મેળવેલ છે જ્યારે નીટ ની પરીક્ષા માં ૭૨૦ માંથી ૬૯૫ માર્કસ મેળવેલ છે.ને સમગ્ર ભારત માં ૪૪૯ મી રેન્ક પ્રાપ્ત કરેલ છે.તેઓ એ જ્ઞાતિ તેમજ પોતાના કુટુંબ નું નામ રોશન કરેલ છે.સમગ્ર જ્ઞાતિ વતી તેઓને ખુબ ખુબ અભિનંદન અને તેઓના ઉજ્જવળ ભવિષ્ય માટે હાર્દિક શુભ કામનાઓ.

19-Jul-2023 : 04:22 PM